પ્રાસ્તાવિક મારાં પ્રિય વાચકો નવ લઘુનવલ્સ, પાંચ વાર્તા સંગ્રહો , અને ચાર નવલકથાઓ સહિત કુલ ૧૯ e books પ્રસ્તુત કર્યા બાદની મારી આ વીસમી e book 'સાથ - સહવાસ' નવલકથાને આપની સમક્ષ પ્રસ્તુત કરતાં આનંદ અનુભવું છું. કુલ ત્રણ ભાગમાં - પચાસ પ્રકરણ અને નેવું હજાર શબ્દોમાં લખાયેલી મારી આ ઓનલાઈન મૂકાયેલી સૌથી મોટી રચના છે. આ નવલકથાનું કથાબીજ મને કેવી રીતે મળ્યું ,એ મારાં વાચકોને જણાવવાનું મને ગમશે . અત્યારે જે હયાત નથી એવા મારાં પપ્પાનાં મિત્ર વર્ષો પહેલાં એમનાં શોખ માટે જ્યોતિષનો અભ્યાસ કરતાં .મને પણ એ શાસ્ત્રમાં રસ હોય હું એમની સાથે આ બાબતે ચર્ચા કરતી અને કંઈક નવું જાણવાની સતત કોશિશ કરતી .એ કોઈનું ભવિષ્ય કે પ્રશ્ન માટે ક્યારેય પ્રોફેશનલી ન જોતાં.એમનાં વર્તુળમાં કે ઓળખાણમાં હોય તો &