સોહમવિલા ભાગ - ૧ પછી ભાગ - ૨ મુકતા વિશેષ આનંદ થઈ રહ્યો છે, કેમ કે Amazon kindle પર મારી આ પચીસમી ગુજરાતી ઈ બુક છે.
આગળ ભાગ - ૧ માં સવિસ્તર કોન્સેપટની સમજ આપતાં પ્રસ્તાવના લખી ચુકી હોઈ આ બુકની પ્રસ્તાવનામાં વિશેષ કાંઈ નથી લખી રહી, તે સહજ.
હા, આ જ મહિનામાં અંતમાં આનાં પછી મુકાવા જઈ રહેલી મારી નવી નવલકથા 'માનુની'ની નાયિકા અંજલિ ફરી એકવાર મારી અન્ય નવલકથાઓ જેવી કે 'હું તમારી કોણ'ની નાયિકા શાલિની, 'ઝંઝાવાત'ની નાયિકા નિરાલી, 'પ્રણયકેડી'ની નાયિકા મધુર અને 'સાથ-સહવાસ'ની નાયિકા ચિન્મયીની જેમ વાંચકોનાં દિલ પર રાજ કરશે એવી આશા છે.