પ્રવાસ એ મારું જીવન છે અને વાર્તા એ મારા જીવનની સંવેદના છે. ભારતમાં રહેતા લોકો માટે દરિયાપાર જીવાતાં જીવન, સંબંધો, લાગણી, અપેક્ષા, પ્રેમ વિષે અનેક સાચી અને કદાચ વધારે તો ખોટી ગેરમાન્યતાઓ હોય છે. પોતાની કલ્પનાના રંગો પૂરીને દરિયાપારના જીવનની ચમકતી બાજુથી પ્રભાવિત થનારા અનેક લોકો મેં જોયાં છે. આ વાર્તાઓ દરિયાપારના જીવનની સાચી સંવેદનાનો અરીસો છે. -પ્રીતિ સેનગુપ્તા