પ્રસ્તાવનાપ્રિય વાચકો , મારી આ Amazon પર ૨૮મી e book છે .અગાઉ 'સોહમવિલા' ભાગ ૧ અને ૨ ને આપે આપેલાં જબરદસ્ત આવકાર બદલ ખૂબ ખૂબ આભાર . 'સોહમવિલા' ભાગ - ૨ માં આપેલ કમિટમેન્ટ પ્રમાણે હું આ જ મહિનામાં મારી નવી નવલકથા 'માનુની' બે ભાગમાં લઈને ઉપસ્થિત થઈ છું . મારી આ નવલકથા પાછળની પાશ્ચાદ્ભુમિકા વિશે તમને જણાવવા માટે મારી પાસે કંઈક ખાસ છે - જે મને કહેવું ગમશે. કેમ કે, આ નવલકથા જ્યારે લખાઈ રહેલી ત્યારે હું મારાં ફર્સ્ટ ફેનની સાથે સીધા સંપર્કમાં આવેલી. આપણે જાણીએ છીએ કે કોઈ પણ ફિલ્ડમાં પહેલાં જ પ્રયાસે સફળતા હરકોઈને નસીબ નથી થતી હોતી. પણ તમે જે - તે ફિલ્ડ પસંદ કરેલ છે, એમાં સફળ થશો - એવા તરંગીત મોજાઓ તમને અગાઉથી જરૂર મળતા થઈ જાય છે . મેં ઘણી નાની વયથી અઢળક વાંચવાનું શરૂ કરેલું અને પંદર વર્ષની č