પ્રસ્તાવનાપ્રિય વાચકો ,માનુની ભાગ - ૧ પછી આપ અત્યારે ભાગ - ૨ વાંચવા જઈ રહ્યા છો , તો મને ભાગ - ૨ વિશે આછો ચિતાર આપવો ગમશે.કહેવાય છે કે ગમતી વ્યક્તિ કે ગમતી વસ્તુ કે જે કંઈ પણ ગમતું પ્રાપ્ત કરવું હોય એને માટે માત્ર ઝંખના હોવી પૂરતી નથી , પ્રયાસો પણ એટલાં જરૂરી હોય છે .એથીય વિશેષ જયારે વાત પ્રિય વ્યક્તિને પૂરેપૂરી પામવાની હોય ત્યારે ઈચ્છા , પ્રયત્ન સાથે પૂરેપૂરો અહમ પણ ઓગાળવો પડે છે . પૂરેપૂરો અહમ ઓગળી ગયા બાદ 'હું'નો છેદ ઊડે, ત્યારે જ સામી વ્યક્તિને પામી શકાય છે .જ્યારે સામી વ્યક્તિને પામવી હોય ત્યારે એને સમજવી પડે છે . જે ગર્વિષ્ઠ વ્યક્તિ માટે થોડું અઘરું છે . કેમ કે પોતાનાં બદલે બીજાનું વિચારવું એમનાં માટે સહજ નથી હોતું . ગર્વિષ્ઠ વ્યક્તિ હમેંશા એમ ઇચ્છતી હોય છે કે માત્ર બધ