વાર્તા કેંદ્રિત છે હૉલિવૂડના વિખ્યાત ડિરેક્ટર, ક્રિસ્ટોફર નોલનનું અપહરણ કરનારા રહસ્યમય માણસ, અલ-મુતાસિમ અને એના સંગઠન ‘સેઇટિઝ’ની એક હૅકર સભ્ય, સ્વાન પર, જેણે એક ચાઇનીઝ વાઇરોલોજીસ્ટની મદદથી વિશ્વભરમાં કોરોનાનો પ્રકોપ ફેલાવ્યો છે. સ્વાનનું પાત્ર એવા પ્રબળ વિચારનું દ્યોતક છે, જે વિશ્વનાં બૂરાપણાં માટે એક ઉચિત પ્રતિશોધની તરફેણ કરે છે; કુદરત દ્વારા અથવા નિમિત્ત તરીકે સ્વયંની મારફતે. ઉપરાંત, ઓગણીસમી સદીના અફઘાનિસ્તાનના બદખ્શન પ્રાંતના એક છોકરાની વાર્તા મોડર્ન સમયના કોરોના, ક્રિસ્ટોફર નોલનના અપહરણ અને સ્વાન સાથે એકાકાર થઈ જાય છે.
સ્પર્શ હાર્દિક શોપિઝનના ચીફ એડિટર & હેડ તથા ‘અભિયાન’ સામયિકમાં ‘વાયરલ પેજ’ કોલમના લેખક છે. અભિયાનમાં જ તેમની ‘એ ફ્લાવર ઓફ વેલિ’ જેવી નોંધપાત્ર વાર્તાઓ ઉપરાંત તેમનું પુસ્તક ‘એકલયાત્રી આઇન્સ્ટાઇન’ શ્રેણી સ્વરૂપે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન પ્રકાશિત થયેલું છે. બે લઘુનવલ 'નિર્ગમન' અને 'સેઇટિઝ' પણ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયેલી છે.
શ્રી મધુ રાય દ્રારા સંપાદિત ‘મમતા વાર્તામાસિક’માં તેમની ‘અચાનક ૨.૦’ અને ‘જાહ્નવ સુક્તા, તું જાગે છે?’ જેવી નોખી ભાત પાડતી પ્રયોગાત્મક વાર્તાઓ પ્રકાશિત થઈ અને સરાહના પામી છે. તેઓ અનુવાદ કાર્ય સાથે પણ સંકળાયેલા છે અને તેમણે બે ગુજરાતી નવલકથાઓનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કરેલું છે. hardik.sparsh@gmail.com 74 050 61 898