Writer Columnist | Actor | Engineer Author of 'Black Box' and 'Scientific Dharma'. Also series Maha-Asur Series. Featured books named Mrityunjay and Naag-paash.
સરળ, લોકભોગ્ય અને રસાળ શૈલીમાં લખાયેલ પુસ્તક. એકી બેઠકે વાંચી જવાય એટલું રસપ્રદ. પહેલાં મને એમ લાગ્યું કે, ઓહો મંદિરો વિશેના પ્રકરણો છે. મતલબ, મોટા ભાગની કહાણીઓ મને ખ્યાલ હશે જ. પણ ના, એવો આત્મવિશ્વાસ ખોટો પણ હોઈ શકે, જ્યારે તમે વાત કરી રહ્યા હોવ ભારતવર્ષ ના મંદિરો ની. એ ભારતવર્ષ, જેની કહાણીઓ ને માપવા માટે યુગ નું માપિયું પણ નાનું પડે. પરખ ભટ્ટ તમને અહી સૈર કરાવે છે એમાંથી થોડાક જ મંદિરોનો. કે જે તમને ખબર હોય કે ન હોય, જરૂર થી જકડી રાખે છે. પછી એ બહુ પ્રખ્યાત કરણી માતાનું મંદિર હોય કે તનોટ માતા નું, કે પછી કદી ન સાંભળેલું અપૂજ મહાદેવનું મંદિર. એટલું જાણે અપૂરતું હોય તેમ, આખું પુસ્તક ખૂબ જ સુંદર રેખાચિત્રો થી ભરપૂર છે, જે બરાબર મેચ કરે છે લિખિત વસ્તુ સાથે. સાચે જ, દરેક ગુજરાતીએ એક વસાવવા લાયક પુસ્તક.