અગાઉની નવલકથાઓ - હું તમારી કોણ ? , ઝંઝાવાત , પ્રણય કેડી, મન - મોતી અને કાચ, રહેવું તુજ સમીપ મને ન જવું કદીયે દૂર, માનુની, સોહમવિલા અને સાથ - સહવાસને વાંચનાર વાંચકોની અપેક્ષામાં આ નવી નવલકથા કેટલી પાર ઉતરશે એ હું નથી જાણતી. જો કે એ ચોક્કસ છે કે જેમ આગળની નવલકથાનાં પાત્રો લખાતી વેળાએ મારાં મનનો કબજો લઈ લેતાં એમ આ વખતે પણ બન્યું જ છે .
નવલકથાનાં પાત્રો ન માત્ર મારાં મન પર , પણ વાંચકોના મન પર પણ રાજ કરે છે - એ મને મારી એક સુજ્ઞ વાચક ડૉ ચાંદની મહેતાની વાતચીત થકી સમજાયું છે .
ડૉ.ચાંદની મહેતા એવા વાચક છે કે જે મારી કોઈ પણ નવલકથા વિશે ચેટ કરતાં વાત કરે છે , ત્યારે પાત્રોનાં નામોલ્લેખ સાથે વાત ક