Born Gujarati, Chandrakant Bakshi is known for his bold and new concepts in writing. Bakshi never prepared more than one draft for his writings. His language was mix-up of Gujarati and Urdu words. His novels and stories had impact of existentialism, his characters are suffering and frustrated yet surviving. He wrote historical fictions like Atitvan and Ayanvritta. His short stories have themes like complexities of urban life, emotional outbursts, atmosphere of war etc. He wrote extensively on history and culture. His writing was 'sharp and brutal' when he criticized people he disliked.
નવલની શરૂઆત ખુબ જ ભરેલી-ભરેલી થાય છે. એકપછી એક પાત્રો જોડાતાં જાય છે અને જોડાતાં પાત્રોનો પરિચય જે રીતે આપવામાં આવે છે તે એક સસ્પેન્સ નવલ જેવી ફિલિંગ આપે છે. વાર્તામાં એક પછી એક આવતા વળાંકો અકલ્પનીય છે. મારી વાંચનયાત્રામાં સહભાગી થયેલાં પુસ્તકોમાં પાત્ર પરિચયની દૃષ્ટિએ પ્રથમ હરોળમાં આવતું પુસ્તક હોય તો તે છે "મારું નામ; તારું નામ".
આખી નવલકથા "તેજ શાહ" ના જીવનની આસપાસ વણાયેલ છે. શરૂઆતમાં મને તેજનું પાત્ર રડતી રૂપાળી જેવું લાગે છે. પણ જેમ-જેમ વાર્તા આગળ વધતી જાય છે અને તેજનો પરિચય કેળવાતો જાય છે તેમ-તેમ તેજના વર્તનનો સ્વીકાર સહજ બનતો જાય છે.
આ પુસ્તક વાંચીને એક નવો જ શબ્દ શીખ્યો; "સ્પર્શચુંબન"! ઓહો! શું અદ્ભુત કલ્પના! વાસનામુક્ત આ શબ્દ વાંચ્યો ત્યારે શેક્સપિયરના રોમિયો જુલિયેટનો સંવાદ યાદ આવી ગયો. " O; then, dear saint, let lips do what hands do". વંચાતા જતા પાને-પાને; પ્રેમ-પૂજારી એવા મારા આત્માને એક અદ્વિતીય શાંતિ મળ્યે રાખી છે; જ્યારે-જ્યારે તેજ અને વાગ્દેવી બૌધ્ધિક સ્તર ઉપર એકબીજા સાથે જોડાતાં રહ્યાં છે.
ચંદ્રકાંત બક્ષીએ કરાવેલી રસયાત્રા એક ભાવ માંથી બીજા ભાવમાં કેટલી સરળતાથી પ્રવેશ કરે છે! મને સૌથી વધારે ગમ્યું હોય તો તેમણે કરેલું પ્રવાસનું વર્ણન. વાહ; આંખો દ્વારા વંચાતા ગયેલા શબ્દોએ બનાવેલા વાક્યોનું પ્રતિબિંબ મનમાં આબેહૂબ ઉપસી આવે છે; જાણે કે નરી આંખે જોવાઈ રહેલું ચલચિત્ર!
શરૂઆતથી અંત સુધી તેજના મનમાં એક જ પ્રશ્ન આવ્યા રાખે છે અને અંતિમ વાક્યમાં સમાયેલ ભાવ; તેજના પ્રશ્નની સાથે સાથે નવલકથાનું પણ સમાધાનપૂર્વક સમાપન કરે છે.