એક હતો રાજા ને એક હતી રાણી. બંનેએ ખાધુંપીધું ને રાજ કર્યું. આપણો દાદલો નથી રાજા. નથી એની કોઈ રાણી કે નથી એનું રાજ. જે કંઈ છે એ દિમાગ છે અને સપનું છે. સપનું સાકાર કરવા માટે ઘણા કોઠા ભેદવાના - છેદવાના છે.એના નિર્દોષ લૂંટના પરફેકટ પ્લાનમાં લોહીનું એકેય ટીપું વહેવાનું ન હતું. એને બદલે કેટલાંય સ્મશાન ભેગા થઈ ગયા. આ સાપસીડીની રમતમાં જીવી ગયેલા પીટર ફર્નાન્ડીઝના મૂળ-કુળ રસપ્રદ છે.પીટર ઉર્ફે દાદલોનો જન્મદિવસ રવિવાર તારીખ આઠમી ડિસેમ્બર, ૨૦૧૯. સમય રાતે ૭.૪૫ કલાક. સ્થળ ગોવાથી મુંબઈ જતી એર-ઈન્ડિયાની ફલાઈટ નંબર એવન ૬૬૨. હા, સપરિવાર ગોવાને માણીને પાછા ફરતી વખતે ફલાઈટ મોડી હોવાનું બેવાર એનાઉન્સમેન્ટ થયું. ત્યારે મારું ધ્યાન એરપોર્ટના પુરુષોના ફ્રેશરૂમ તરફ ગયું.
I left it after reading 45 pages. The conflict of the story and motive of the protagonist didn't establish till then. Also, it's been an overdose of crime on visual media. Didn't feel like reading one more crime story.
'દાદલો' પહેલાં તો સ્પેશિયલ થેંક્સ ટૂ Praful Shah સર કદાચ હું એટલો હકદાર તો નહીં હોઉં છતાંય તેમણે એમની બુક માં મારું નામ મેંશન કર્યું ! (ગોવાની અમુક જાણકારી આપવા બદલ) 😘🙏
દરેક લોકો ની લેખન ની આગવી આવડત હોય છે ! કોઇને કોઇની સાથે સરખાવવું મારા મતે અયોગ્ય ગણાશે એટલે પ્રફુલ્લ ભાઇ એ પ્રફુલ્લ ભાઇ છે એમના જેવું બીજું કોઇ ના હોઇ સકે ! અને ના એમની સરખામણી બીજા સાથે થઇ સકે !
એક વાત છે! કે વિચારક ,લેખક , સાહિત્યકાર ,કવી એમની નજર ચારે બાજુ કઇંક ને કઇંક શોધતી હોય છે ! જેમકે મેં ૫ વર્ષ માં ગોવા -મુંબઇ-અમદાવાદ કમસેકમ ૩૦-૪૦ વખત ઉડાન ભરી હશે અને એટલી જ વખત મેં ગોવા એરપોર્ટ ની મુલાકાત લીધી અને એટલી જ વખત મેં ત્યાંનું મેન્સ/પુરુષ/ દાદલો વોશરૂમ નો ઉપયોગ કર્યો છે ! પણ ક્યારેય મારી નજર "દાદલો" શબ્દ પર નથી પડી (દાદલો એટલે પુરુષ) પણ પ્રફુલ્લ ભાઇ ની નજર પહેલી વખત જ "દાદલો" શબ્દ પર પડી (જ્યારે તે ગોવા આવ્યાં હતાં ત્યારે) અને એ શબ્દ પર થી એમને ૭૮ ભાગ ની ૩૨૯ પાના ની એક થ્રીલર નવલકથા લખી નાખી .
હવે વાત કરીએ "દાદલો" ની દાદલો એક એવી નવલકથા છે કે તમે વાંચવાનું ચાલું કરો એટલે મુકવાનું મન ના થાય અને જ્યારે વાંચતા હોઈએ ત્યારે જાણે દાદલો ને આપણે Tv માં કે મોબાઇલ માં થ્રિલર વેબ સિરીઝ જોતાં હો એમ બધું આંખો ની સામે બધા કેરેકટર સાથે તરી આવે !
આ નવલકથા નો નાયક એટલે કે 'દાદલો' પીટર છે અને એ પોતાની જાત ને દાદલો એટલે કે મર્દ છે શારીરિક નહીં તો મગજ થી એવું સાબીત કરવા માટે એક મસ મોટું પ્લાન ઘડે છે અને એ પ્લાન પરથી આ આખી "દાદલો" રચાય છે ! કેટ કેટલા વળાંકો કેટ કેટલી પ્લાનીંગસ , એના દિમાગ નો એ એવો ઉપયોગ કરે છે કે દેશના કુખ્યાત ગુંડા ઓ એના માટે કામ કરે છે એ પણ પીટર ને જોયા કે મળ્યાં વગર , આખું પોલીસ તંત્ર ને કામ ધંધે લગાડી દે છે ! ક્રાઇમ બ્રાન્ચ, ડિટેકટીવ એને શોધતા હોય છે કે કોણ છે આ પીટર ! રાજનેતાઓ ની ઉંઘ હરામ કરી નાખે છે , અને છેલ્લે મિડીયા નો ઉપયોગ કરીને જે દાવ પેચ લડે છે એ આખી મજા ને માણવા માટે તમારે પિટર એટલે કે "દાદલો" ને વાંચવું પડશે ! તમે જ્યારે દાદલો વાંચી રહ્યાં હશો ત્યારે વાંચવા સિવાય ના સમયે અથવા રાત ના સપના માં પણ એક જ વિચાર આવશે પિટર હવે શું કરતો હશે ? પિટર હવે શું નવા કાવા દાવા કરશે ? એજ મગજ માં ભમતું રહેશે અને તમને વાંચવા માટે જકડી રાખશે ! એકદમ સુપર્બ અમેઝિંગ થ્રિલર નવલકથા છે 'દાદલો'
એક મહત્વ ની વાત "દાદલો" વાંચતી વખતે મહારાષ્ટ્ર ની હમણાં ની સરકાર , સહભાગી પાર્ટી અને એ પાર્ટી ના નેતા જે પાર્ટી નો વડો છે , ગૃહમંત્રી, મુખ્યમંત્રી વગેરે અને આ બધું જે હમણાં મહારાષ્ટ્ર ના સરકાર માં ચાલી રહ્યું છે તે બધું જાણે દાદલો માં હોય તેવું લાગશે ! પણ જોકે 'દાદલો' ને અને એને કંઇ જ લેવા દેવા નથી !
વાત કરીએ હવે "દાદલો" ના લેખક પ્રફુલ્લભાઇ શાહ હમણાં સુધી એમણે મુંબઈ માં રહીને હજારો લેખ અને કોલમ લખી ચુક્યા છે ! ૧૨ જેટલી બુક લખી ચુક્યા છે એ પણ ગુજરાતી, હિન્દી, મરાઠી અને ઇંગ્લીશ જેવી અલગ અલગ ભાષા માં ! અને એમના સંકલ્પના અને સંશોધનવાળી બે-બે વેબ સિરીઝ 'બારોટ હાઉસ' અને 'પોષમ પા' Zee પર રિલીઝ થઇ છે . ટિવી સિરિયલો પણ લખી છે. 'ગુરખા સૈનિક વિષ્ણુ પ્રસાદ શ્રેષ્ઠ' પર બાયોપીક માં એમણે કલમ કમાલ કરી છે !
તો ખુબ ખુબ શુભકામનાઓ પ્રફુલભાઇ 'દાદલો' માટે અને 'દાદલો' પર થી મસ્ત મજાની થ્રિલર વેબ સિરીઝ બને એવી પ્રભુ ને પ્રાર્થના 🙏
મુંબઈ સમાચાર માં પહેલી વાર વાંચી. કોરોના, લોક ડાઉન ને કારણે વાર્તા અટકી પણ રસ તો વધ્યો. આતુરતા વધી કે હવે શું થશે? પુસ્તક સ્વરૂપે આવ્યા બાદ બીજી વાર વાંચી. કદાચ વધુ મજા આવી કારણકે આખું પુસ્તક હાથ માં હતું, આવતી કાલ નાં અંક ની રાહ જોવાની નહોતી. વર્ણવેલા પ્રસંગો ની સચોટ માહિતી ને કારણે પુસ્તક વાંચતી વખતે જાણે આ દ્રશ્ય નજર સમક્ષ ભજવાતું હોય એવું લાગે છે. આટલા બધા પાત્રો હોવા છતાં છેવટ સુધી આતુરતા કે હવે શું થશે? પ્રફુલ ભાઈ આજે પણ આતુરતા છે કે બીજો ભાગ ક્યારે આવશે. દાદલો પર ફિલ્મ જરૂર બનશે અને સુપર હિટ થશે એમાં શંકા ને ય સ્થાન નથી.
'દાદલો' એટલે લાંબા સમયે વાચેલી રિયલી ટાઇટ થ્રીલર. કલ્પના શક્તિ અને મગજ બહેર મારી જાય એટલા પાત્રો, ઘટનાઓ અને ટર્ન્સ-ટ્વીસ્ટ્સ. એક આગોતરી ચેતવણી: એક મિનિટ માટે પણ આ નવલકથા હાથમાંથી મૂકવાનું શક્ય નથી. ગુજરાતી ભાષામાં આંતરરાષ્ટ્રીય સ્તરની અફલાતુન થ્રીલર બદલ ગર્વ થાય જ. ટૂંકમાં, 'દાદલો' એટલે 'દાદલો'. લેખક પ્રફુલ શાહને અભિનંદન આપીએ એટલા ઓછા છે. બાય ધ વે, 'દાદલો 2'ની આતુરતાપૂર્વક પ્રતીક્ષા.