બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ (1892-1971) ભગવાન સ્વામિનારાયણના ચોથા આધ્યાત્મિક અનુગામી હતા. તેઓ દિવ્ય આનંદ, આધ્યાત્મિકતા અને નમ્રતાનો અવતાર હતા. ભગવાન અને ગુરુ પ્રત્યેની તેમની ભક્તિ અને સેવા તે સૌ અસલી આધ્યાત્મિક સાધકો માટે અનુકરણીય માર્ગદર્શકરૂપ છે. 'બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ' - આ પ્રકાશન, તેઓના જીવન, કાર્ય અને તેમણે આપેલા આધ્યાત્મિક ઉપદેશોનું એક સંક્ષિપ્ત જીવનચરિત્ર છે. આ પુસ્તક સૌને તેમની આધ્યાત્મિક યાત્રાની પ્રગતિ માટે દિશાસૂચક અને પ્રેરણારૂપ બની રહેશે.