Jump to ratings and reviews
Rate this book

એકલયાત્રી આઇન્સ્ટાઇન

Rate this book
પ્રતિષ્ઠિત અને અગ્રણી ‘અભિયાન’ સામયિકમાં હપ્તાવાર પ્રગટ થયેલું આ લેખ-શૃંખલા સ્વરૂપે લખેલું જીવનચરિત્ર છે, જે આઇન્સ્ટાઇનના જીવનની મહત્વની બાબતો અને વિજ્ઞાનમાં એમના પ્રદાનની વિગતો આવરી લે છે. આઇન્સ્ટાઇન શા માટે મહાન ગણાય છે, એ પ્રશ્નનો વિસ્તારથી જવાબ આપવા માટે ભૌતિકવિજ્ઞાનના કેટલાક પાયાના મુદ્દાઓ પુસ્તકમાં સમાવી લેવામાં આવ્યા છે. અંતે આપેલું પૂરક પ્રકરણ સાપેક્ષવાદનો સંક્ષિપ્ત પરિચય કરાવે છે. પુસ્તકમાં ગુજરાતી વાચકો માટે ઘણી અજાણી વિગતો નોંધેલી છે. વિજ્ઞાનની મહાન પરંપરામાં એક સમયે એકલા યૌદ્ધા અને એકલયાત્રી જેમ કાર્ય કરતા આઇન્સ્ટાઇનનું આ જીવનચરિત્ર કોઈ પણ ઉંમરના વિદ્યાર્થી અને ખાસ તો રસ ધરાવતા પુખ્ત વાચકો માટે પણ સંગ્રહ કરવા યોગ્ય પુસ્તક છે. *** સ્પર્શ હાર્દિક શોપિઝનના ચીફ એડિટર & હેડ તથા ‘અભિયાન’ સામયિકમાં ‘વાયરલ પેજ’ કોલમના લેખક છે. અભિયાનમાં જ તેમની ‘એ ફ્લાવર ઓફ વેલિ’ જેવી નોંધપાત્ર વાર્તાઓ ઉપરાંત તેમનું પુસ્તક ‘એકલયાત્રી આઇન્સ્ટાઇન’ શ્રેણી સ્વરૂપે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન પ્રકાશિત થયેલું છે. શ્રી મધુ રાય દ્રારા સંપાદિત ‘મમતા વાર્તામાસિક’માં તેમની ‘અચાનક ૨.૦’ અને ‘જાહ્નવ સુક્તા, તું જાગે છે?’ જેવી નોખી ભાત પાડતી પ્રયોગાત્મક વાર્તાઓ પ્રકાશિત થઈ અને સરાહના પામી છે. તેઓ અનુવાદ કાર્ય સાથે પણ સંકળાયેલા છે અને તેમણે બે ગુજરાતી નવલકથાઓનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કરેલું છે.

199 pages, Paperback

Published August 27, 2021

About the author

Sparsh Hardik

4 books6 followers
સ્પર્શ હાર્દિક શોપિઝનના ચીફ એડિટર & હેડ તથા ‘અભિયાન’ સામયિકમાં ‘વાયરલ પેજ’ કોલમના લેખક છે. અભિયાનમાં જ તેમની ‘એ ફ્લાવર ઓફ વેલિ’ જેવી નોંધપાત્ર વાર્તાઓ ઉપરાંત તેમનું પુસ્તક ‘એકલયાત્રી આઇન્સ્ટાઇન’ શ્રેણી સ્વરૂપે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન પ્રકાશિત થયેલું છે. બે લઘુનવલ 'નિર્ગમન' અને 'સેઇટિઝ' પણ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયેલી છે.

શ્રી મધુ રાય દ્રારા સંપાદિત ‘મમતા વાર્તામાસિક’માં તેમની ‘અચાનક ૨.૦’ અને ‘જાહ્નવ સુક્તા, તું જાગે છે?’ જેવી નોખી ભાત પાડતી પ્રયોગાત્મક વાર્તાઓ પ્રકાશિત થઈ અને સરાહના પામી છે. તેઓ અનુવાદ કાર્ય સાથે પણ સંકળાયેલા છે અને તેમણે બે ગુજરાતી નવલકથાઓનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કરેલું છે.
hardik.sparsh@gmail.com
74 050 61 898

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
1 (100%)
4 stars
0 (0%)
3 stars
0 (0%)
2 stars
0 (0%)
1 star
0 (0%)
Displaying 1 of 1 review
Profile Image for Sparsh Hardik.
Author 4 books6 followers
December 10, 2022
From Sumit Bhanushali - "એકલયાત્રી આઈનસ્ટાઈન" આ 199 પાનાંના પુસ્તકમાં ભૌતિક વિજ્ઞાનના એક જાદુગરનું લગભગ સમગ્ર જીવનચરિત્ર વર્ણાયેલું છે. સર આઈનસ્ટાઈનના જીવન વિશેની ઘણી અજાણી વાતો જેમ કે મેક્સ ટેલમુડનું સર આઈનસ્ટાઈનના જીવન પર પ્રભાવ, તેમના મિત્રોની તેમના શોધ કાર્યમાં અને ખાસ તો આર્થિક મદદ અને જીવનના અંત સુધી પહોંચતા બદલાયેલા સર આઈનસ્ટાઈન, જેવી અનેક બાબતોનું વર્ણન આ પુસ્તકને અન્ય પુસ્તકો કરતાં અલગ તારવી આપે છે. જેમણે પહેલેથી સર આઈનસ્ટાઈનના જીવન વિશે વાંચ્યું કે જાણ્યું હોય તેમના માટે પણ આ પુસ્તકમાંથી કશુંક નવું મળી જ રહે. ભૌતિક વિજ્ઞાનના ગૂઢ રહસ્યો પણ સામાન્ય વાચક સમજી શકે અને તેની મૂળ સમજણ પણ જળવાઈ રહે એ રીતે લખવાનું મુશ્કેલ કાર્ય આપે બહુ સારી રીતે પાર પાડ્યું છે જેમાં અંતિમ પ્રકરણ (સ્પેશિયલ રિલેટિવિટીની સમજૂતી)નો ફાળો બહુ મોટો ગણી શકાય. પુસ્તકની શરૂઆતના અને અંતના થોડાક(એટલે 1 કે 2 જ) પ્રકરણોમાં ઘણા બધાં પાત્રો અને ઘણી બધી ઘટનાઓનું એક સાથે વર્ણન સર આઇન્સ્ટાઇનના જીવનમાં નવું નવું ડોકિયું કરતા વાચક માટે સમજવા થોડા અઘરા થઈ જાય છે અને એવું અનુભવવાનું મુખ્ય કારણ પણ કદાચ સર આઈન્સ્ટાઈને સાબિત કરેલ રિલેટીવિટી જ જણાય છે જ્યારે આ પ્રકરણની તુલના વચ્ચેના પ્રકરણો સાથે કરીએ તો તે અઘરા લાગવા માંડે છે. વિજ્ઞાનના રસિકો માટે વાંચવા અને વસાવવા લાયક પુસ્તક. મારો અનુભવ જણાવું તો એક વખત આ પુસ્તક વાંચવા માટે હાથમાં લીધા બાદ તેને પૂરી કર્યા વગર રહી શકાય નહીં. આશા છે કે અન્ય વૈજ્ઞાનિકોના જીવનચરિત્ર પર પણ આવી સંશોધિત માહિતી ભવિષ્યમાં વાંચવા મળતી રહેશે એવી આશા.
Displaying 1 of 1 review

Can't find what you're looking for?

Get help and learn more about the design.