હરકિશન મહેતાની કલમ હોય એટલે પાને પાને ટ્વિસ્ટ અને ટર્નસ આવવાના જ, કયારેક રુવાડાં ઉભા થઈ જાય તો કયારેક આંખમાં આંસુ આવી જાય તેમ છતાં વાર્તા ના પાત્રોમાં એકધારાપણું આવી જાય છે એ થોડું ખટકે છે. ૧૯૯૨-૯૩ મા લખાયેલી સ્ટોરીલાઈન વારે ઘડીએ આઉટડેટેડ હોવાનું યાદ અપાવ્યા કરે છે અને અત્યંત શ્રીમંત ઉદ્યોગપતિ એકતા કપૂરની સિરિયલોની બૈરાંઓની જેમ આખો દિવસ કોઇને ઉતારી પાડવાના કે ફસાવી મારવાના પ્લાન બનાવવા સિવાય કોઇ મહત્વનુ કામ કરતો ન હોય એ ગળા નીચે ઉતરતું નથી