હવા, આકાશ, સૂર્યપ્રકાશ એ બધું મફતમાં મળે છે એટલે આપણે કુદરતનો આભાર માનવાનું ભૂલી જઈએ છીએ. કુદરત આપણી પાસે આ બધી વસ્તુઓના બદલામાં એક જ અપેક્ષા રાખે છે, અને એ છે: કુદરતને નુકસાન ન પહોંચે એવું આપણું વર્તન!પરંતુ માણસને દંડો વાગતો નથી ત્યાં સુધી એ સીધો ચાલતો જ નથી. કોરોના વખતે આપણને ઓક્સિજનનું મૂલ્ય સમજાઈ ગયું હતું. તેમ છતાં આપણે હજુ પ્રદુષણ ફેલાવવાનું ઓછું કર્યું નથી. ધારોકે ક્યારેક કુદરતને આપણા પર ગુસ્સો આવે અને અચાનક એવાં ફેરફારો શરૂ થઈ જાય કે આપણને એક શ્વાસ લેવાના પણ ફાંફાં પડી જાય તો? તો પછી લાચાર માનવીની શું દશા થાય? બસ,એવી જ કાંઈક વાત આ નવલકથામાં રજૂ કરી છે. આશા છે કે સૌને ગમશે.