Goodreads helps you follow your favorite authors. Be the first to learn about new releases!
Start by following Nimitt Oza.
Showing 1-30 of 53
“અન્યની દરેક નાની ભૂલને બ્રોડકાસ્ટ કરવી કે સુધારવી જરૂરી નથી હોતી. નાની નાની બાબતોની ફરિયાદ ન કરવી, એ પણ એક એપ્રિસિએશન છે. કોઈની કદર કરવા માટે દર વખતે પ્રશંસા કરવી જરૂરી નથી હોતી. એમની નાની અને માનવ સહજ ક્ષતિઓ ઈગ્નોર કરીને પણ આપણે તેમની કદર કરી શકીએ છીએ.”
―
―
“તમે તમારા જીવનમાં મસ્ત અને સંતુષ્ટ હો, એ વાત જગતને સૌથી વધારે ખૂંચે છે. વધુ પડતી આત્મ-નિર્ભરતા ક્યારેક ઈર્ષાનું કારણ બની જાય છે. જો તમે કોઈને નડતા કે કનડતા નથી, તો તમારું એ નિર્લેપપણું સમાજને ખૂંચ્યા કરશે. તમારી આસક્તિ સમાજની આવશ્યક્તા છે. અને એટલે જ તમારી અનાસક્તિ એમના માટે અસહ્ય હોય છે.”
―
―
“જાતમાં પુનર્વસન કરી શકાય, એ માટે યુનિવર્સ ક્યારેક આપણને એકલા પાડી દેતું હોય છે. મિથ્યા મિત્રતા, નાહક અવાજો, અને કૃત્રિમ લોકોથી દૂર લઈ જાય છે, જેથી આપણી મુલાકાત આપણી મૂળ પ્રકૃતિ સાથે થઈ શકે. લોકોનું દૂર ચાલ્યા જવું એ સજા નહીં, જાતમાં પાછા ફરવાની તક હોય છે.”
―
―
“તોછડા, કડવા, કે ચિડાયેલા લોકોનું ખરાબ ન લગાડવું. જેમને કોઈ પ્રેમ નથી કરતું, તેઓ કડવાશથી છલકાતા રહે છે. તેમની અકળામણ અને ફરિયાદ પ્રેમના અભાવ વિશે હોય છે. તેઓ જાત અને જીવનથી નાખુશ હોય છે. તેમનો અણગમો આપણા પ્રત્યે નહીં, પ્રેમથી વંચિત રહી ગયેલી જાત પ્રત્યે હોય છે.”
―
―
“આત્મ-સુધારની જાણ એમને જ કરવાની હોય, જેઓ આપણા માટે મહત્વના હોય. આપણી વ્યક્તિગત ઉન્નતિના દર્શન અમૂક ખાસ લોકો જ કરી શકે. આપણી પ્રગતિ, પરિપક્વતા અને પરિવર્તન વિશે દરેકને જાણ કરવી નિરર્થક છે.”
―
―
“જે સમાજ આજે અશ્લીલતા પર હસે છે, એ આવતીકાલે મૂલ્યોના પતન પર રડશે. કારણકે જ્યાં શિષ્ટાચારનો નાશ થાય છે, ત્યાં માનવ સભ્યતાનો અંત બહુ દૂર નથી હોતો.”
―
―
“Most of our problems are the signs of an underlying common fear — being left alone with ourselves.”
―
―
“જે કાયમ અધૂરો રહી જાય, એનું નામ જ પ્રેમ. જે પૂરો થઈ જાય છે, એ કાં તો સમય હોય છે ને કાં તો સંબંધ. પ્રેમ ક્યારેય પૂરો નથી થતો. પ્રેમની તાસીર જ અધૂરપ, અધીરાઈ અને અસંતોષ છે. જે તૃપ્ત અને સંતુષ્ટ થઈ જાય, એ પ્રેમ નથી. એ પ્રેમના બનાવટી સ્વરૂપો છે.”
― નિમિત્ત માત્ર : પ્રજ્ઞા અને પ્રતીતિની વાતો
― નિમિત્ત માત્ર : પ્રજ્ઞા અને પ્રતીતિની વાતો
“દરેક વખતે આપણે મૂવ-ઓન નથી થતાં. ક્યારેક ટ્રાન્સફોર્મ થઈએ છીએ. ઘટનાસ્થળથી દૂર જવાને બદલે, આપણી એ જાતથી દૂર ચાલ્યા જઈએ છીએ જેણે દુર્ઘટના સર્જેલી. કેટલાક લોકો મૂવ-ઓન કર્યા પછી પણ બદલાતા નથી અને કેટલાકને મૂવ-ઓન કરવા માટે બદલાવું છે. માત્ર સમય નહીં, વ્યક્તિ પણ બદલાય, ત્યારે હાર્ટ-બ્રેક થયું સાર્થક કહેવાય.”
―
―
“You won’t find peace by fixing everything around you. Sometimes, peace is choosing not to react.”
―
―
“આપણે જેને સૌથી વધારે ટાળવાનો પ્રયત્ન કરીએ છીએ, ક્યારેક એ જ આપણા માટે સૌથી જરૂરી હોય છે.”
―
―
“દલીલો જીતવામાં ઊર્જા ખર્ચવાને બદલે ‘ઓકે’, ‘ભલે’, ‘અચ્છા’, કે ‘સારું’ કહીને ચુપ થઈ જવું એ પરિપક્વતાનું પ્રમાણ છે. બિનજરૂરી ચર્ચા ટૂંકાવી શકવી એ દુર્લભ પ્રતિભા છે. સંમતિ જ ક્યારેક શાંતિપ્રિય લોકોનું સૌથી અહિંસક હથિયાર હોય છે.”
―
―
“બધું ઠીક નહીં થાય એ સમજી લેવું, એ પણ ઠીક થઈ જવાની એક રીત છે.”
―
―
“નિરક્ષર પાસે રહેવાથી જ્ઞાનકોશનું મહત્વ ઘટતું નથી. કેટલાક લોકોને દરેકની કિંમત ખબર હોય છે, પણ મૂલ્ય ખબર નથી હોતું. જો કોઈ તમને વાંચી કે સમજી નથી શકતું, તો એ એમની નિરક્ષરતા છે. એમના ‘કલર બ્લાઇન્ડ’ હોવાથી આપણા રંગો ઓછા નથી થવાના. જો કોઈ આપણી પ્રતિભા, સારપ, કે સફળતાની કદર નથી કરતું, તો એની ફરિયાદ શું કરવાની ? કોઈની પ્રશંસા, કદર, કે સમર્થનનું મહોતાજ હોય, એવું તેજ શું કામનું ? જેઓ ઈર્ષા, અજ્ઞાન, કે પૂર્વગ્રહોથી બળતા હોય, તેમને દીવાનો પ્રકાશ પણ દઝાડશે જ. એમની ચિંતા કર્યા વગર, ચમક્યા કરો.”
―
―
“કેટલાક લોકો ભેંટમાં એકાંત આપી જાય છે. વાત કે મુલાકાત કરવા માટે ના પાડીને કેટલાક લોકો આપણને ગિફ્ટ આપતા હોય છે. ગિફ્ટ ઓફ સોલીટ્યુડ. આપણે એ રીતે વિચારવું જોઈએ કે જો લોકો આપણને અવોઈડ કરી રહ્યા છે, તો આપણને વધારે સમય મળી રહ્યો છે. પુસ્તક વાંચવાનો, મેડીટેશન કરવાનો, આત્મ-નિરીક્ષણ કરવાનો અને દુભાયેલા હૃદયને છાનું રાખવાનો એક મોકો મળી રહ્યો છે. જે જવાબો કોઈની કંપનીમાં નથી જડતા, એ જવાબો ક્યારેક એકાંતમાં જડી જતાં હોય છે. જો કોઈનો ફોન કે મેસેજ નથી આવતો, તો એને જાતમાં ડૂબકી લગાવવાનું આમંત્રણ સમજવું. લોકોની ગેરહાજરીમાં જ આપણને એવું રીયલાઈઝ થતું હોય છે કે આપણે એકલા જ પર્યાપ્ત છીએ. અસ્વીકાર કે અવોઈડન્સ દ્વારા લોકો ક્યારેક આપણને એવું સમજવાની તક આપતા હોય છે કે આપણને એમની જરૂર જ નથી.”
― નિમિત્ત માત્ર : પ્રજ્ઞા અને પ્રતીતિની વાતો
― નિમિત્ત માત્ર : પ્રજ્ઞા અને પ્રતીતિની વાતો
“આપણું નવું જીવન હંમેશા આપણા જૂના જીવનનો ભોગ લઈને જ આવશે.”
―
―
“જીવનમાં કેટલાક ફેરફારો બાહ્ય રીતે અનિચ્છનીય અને નેગેટીવ લાગે છે, પણ હકીકતમાં તેઓ અંદરની બાજુએ મોકળાશ કરતાં હોય છે. એવી જગ્યા બનાવતા હોય છે જ્યાંથી કશુંક નવું ઉગી શકે.”
―
―
“You’re not here to impress. You’re here to exist. And that’s more than sufficient.”
―
―
“ક્યારેક આપણે વધારે પડતા પ્રયત્નો કરીએ છીએ. કશુંક મેળવવાના, કોઈકને મનાવવાના, કે કશુંક ઉકેલવાના જેટલા વધારે પ્રયત્નો કરીએ છીએ, પરિણામ આપણાથી એટલું જ દૂર થતું જાય છે. એવા સમયે ફાઈટ કરવા કરતાં ફ્લોટ કરવું જરૂરી હોય છે. આપણા અથાક પ્રયત્નો પછી પણ જ્યારે કશુંક આપણી તરફેણમાં નથી થતું, ત્યારે કુદરતી પ્રવાહને શરણે થઈ જવું. ઇચ્છિત પરિણામ માટે જ્યારે જ્યાં મહેનત નથી ફળતી, ત્યાં ધીરજ ફળે છે. કેટલાક બીજને અંકુરિત થવામાં થોડો વધારે સમય લાગે છે. એ સમય દરમિયાન વધારે ખોદકામ કરવાથી બીજ જલદી અંકુરિત નથી થઈ જતું. કેટલાક પરિણામ મેળવવા પ્રયત્નપૂર્વક દૂર રહેવું પડે છે અને કુદરતને કામ કરવા માટે થોડો સમય આપવો પડે છે.”
―
―
“પરસ્પર લાભ સાથે શરૂ થયેલી કેટલીક મિત્રતા જાતીય આવેગોના શમ્યા પછી ફિક્કી, બેસ્વાદ અને સાધારણ બની જાય છે. એક સુંવાળા સહવાસથી શરૂ થયેલી કેટલીક મુલાકાત બહુ ગંદી અને ધૃણાસ્પદ લાગણીમાં પરિણમતી હોય છે.”
―
―
“ચાઈલ્ડહુડ ટ્રોમા કે અન્ય કોઈ જાતના ભાવનાત્મક આઘાત વગર વીતેલા શાનદાર બાળપણ માટે પણ ક્યારેક આપણે મમ્મી-પપ્પાના ઋણી હોઈએ છીએ. આપણા માનસ પર કેવી, કેટલી અને કઈ હદ સુધીની ઈજાઓ પહોંચી શકી હોત, એનો ખ્યાલ ત્યારે જ આવે છે જ્યારે આપણે અન્ય કોઈને એ ઈજાથી પીડાતા જોઈએ છીએ. એ તમામ ભાવનાત્મક આઘાતથી બચાવીને આપણા સુધી માત્ર પ્રેમ પહોંચાડવા બદલ મમ્મી-પપ્પાને પેરેન્ટિંગનો ઓસ્કાર મળવો જોઈએ.”
―
―
“જ્યારે આપણે સૌથી વધારે અનિશ્ચિતતા અને ડર અનુભવીએ છીએ, ત્યારે આ યુનિવર્સ સૌથી વધારે નિશ્ચિત અને નિશ્ચિંત હોય છે.”
―
―
“Sometimes, the weight you’re trying to lose isn’t on your body — it’s on your mind.”
―
―
“વિનમ્ર રહેવાથી ઘણી ઓછી ઊર્જા ખર્ચાય છે. ન દલીલો, ન દેખાડો. ન કશાયનો દાવો, ન કશાયનો દમ. ન કોઈને પ્રભાવિત કરવાની ચિંતા, ન ‘હું કંઈક છું’ એવો ભ્રમ. કશું જ સાબિત કર્યા વિના જેવા છીએ એવા રહી શકીએ, તો નાહકના થાકમાંથી બચી શકીએ. વ્યક્તિગત ઊર્જા સંરક્ષણ માટે વિનમ્રતા અનિવાર્ય છે.”
―
―
“આપણી ભૂલો વખતે જ પ્રગટ થાય અને ભૂલો બતાવીને અદ્રશ્ય થઈ જાય, એ ક્યારેય આપણા શુભેચ્છક ન હોઈ શકે. ભૂલો બતાવ્યા પછી એમને સુધારવાની સમજણ, ધીરજ, અને હિંમત આપે, એને શુભેચ્છક કહેવાય.”
―
―
“પરિચિત થઈ જવાનો અર્થ પ્રેમ નથી થતો. થોડા સમય પછી તો પિંજરું પણ પરિચિત લાગે છે.”
―
―
“If someone doesn’t want to understand you,
no amount of explaining will change that.
Don’t write a thesis where a full stop will do.”
―
no amount of explaining will change that.
Don’t write a thesis where a full stop will do.”
―
“આપણામાં કોઈક ખોટ છે એવી માન્યતા જ ક્યારેક આપણી સૌથી મોટી ખોટ હોય છે.”
―
―
“દરેક વખતે આપણી જ ભૂલ હોય એવું જરૂરી નથી. ક્યારેક ભૂલમાં આપણે આવી ગયા હોઈએ છીએ. કશું જ ખોટું ન કર્યું હોવા છતાં ક્યારેક યાતના ભોગવવી પડે છે. અકારણ મળેલી સજા જીવનનું મુખ્ય લક્ષણ છે. કારણકે લાઈફ ઈઝ અનફેર.”
―
―
“આખું જગત તમને દોડાવતું રહેશે. ફક્ત કલા તમને અટકી જવાનું કહેશે. દરેક જણ ઉતાવળ કરાવશે. ફક્ત સાહિત્ય તમને ધીરજ રાખવાનું કહેશે. સંગીત તમને નિરાંત શીખવાડશે. પુસ્તકો કહેશે કે ‘ટેક યોર ટાઈમ. કોઈ જલ્દી નથી.’ જો જગત અને કલામાંથી કોઈ એકની પસંદગી કરવી પડે, તો હંમેશા કલાની વાત સાંભળજો.”
―
―




![એમોર મીઓ [Amor Mio] એમોર મીઓ [Amor Mio]](https://i.gr-assets.com/images/S/compressed.photo.goodreads.com/books/1640872157l/59976590._SX98_.jpg)