2007 માં આજના જ દિવસે જ્યારે આ પ્રયત્ન શરૂ કર્યો ત્યારે સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે આ પ્રવાસ યાત્રા બની જશે. અક્ષરનાદ.કોમ નામનો મારી માતૃભાષા પ્રત્યેના વ્હાલનો મારો આ પ્રયાસ - આ નાનકડી ગુજરાતી વેબસાઈટ આજે અસ્તિત્વના સત્તર વર્ષ પૂર્ણ કરી અઢારમા વર્ષમાં પ્રવેશે છે. હવે મહદંશે ફેસબુક પર અને પુસ્તકમાં લખાય છે એટલે અહીં સાતત્ય ઘટ્યું છે, પણ આ અલખ કદી બંધ નહીં જ થાય. વર્ષોથી અક્ષરનાદને માણતા, પ્રોત્સાહન આપતા, વધાવતા, ટપારતા સંબંધોના અનેક નવા સ્ત્રોતસમા સૌ સર્જકમિત્રો અને વાચકોનો હ્રદયપૂર્વક આભાર, ધન્યવાદ, અભિનંદન .!
The post અક્ષરનાદનો અઢારમા વર્ષમાં પ્રવેશ.. first appeared on Aksharnaad.com.
Published on May 27, 2024 10:36