Discover new books on Goodreads
Meet your next favorite book
“એક બુદ્ધિશાળી સ્ત્રી માટે એ જેની સાથે વાતો કરી શકે એવો પુરુષ અનિવાર્ય જરૂરિયાત છે... મજાની વાત એ છે કે જો એ સ્ત્રીને આવો પુરુષ ‘પ્રેમી’ કે ‘પતિ’ તરીકે ન મળી શકે તેમ હોય તો એ એને ‘મિત્ર’ બનાવીને પણ એ સંબંધ ટકાવી રાખવા માગે છે. એવું પણ માનવામાં આવે છે કે સ્ત્રી ક્યારેય રિજેક્શન કે રિફયુઝલ સહી શકતી નથી, આ વાત મોટા ભાગની બુદ્ધિશાળી સ્ત્રીઓની બાબતમાં ખોટી પુરવાર થાય છે, કારણ કે જ્યારે સ્ત્રી બુદ્ધિશાળી હોય ત્યારે એને એટલું ચોક્કસ સમજાય છે કે મહામુશ્કેલીએ મળેલો આ ‘શબ્દો’ અને ‘મૌન’ બંને સમજી શકે એવો પુરુષ ફક્ત શરીર ખાતર જવા તો ન જ દેવાય! પોતાની પત્નીને પ્રેમ કરતો પુરુષ કદાચ આવી લલચામણી પળને બહુ આસાનીથી છોડી શકે છે. એને એટલું ચોક્કસ સમજાય છે કે શરીરના મોહમાં વર્ષોથી સાચવી રાખેલી સભ્યતા, સંસ્કાર અને સુખની હોળી ન કરાય.”
― Blue Book 1
― Blue Book 1
“કોઈ બીજાને ચાહવાથી પહેલી વ્યક્તિ તરફની નિષ્ઠા કેવી રીતે ઘટે એ મને નથી સમજાતું... કેટલીક વ્યક્તિઓ પાસે અદ્ભુત કેપેસિટી હોય છે પ્રેમ કરવાની અને એવી વ્યક્તિ એકથી વધુ લોકોને પ્રેમ કરી શકે, ભરપૂર પ્રેમ કરી શકે અને છતાં એનો પ્રેમ વધે, ઘટે નહીં... બે દીકરાઓને એકસરખો પ્રેમ કરતી મા સામે કેમ વિરોધ નથી કોઈને? એક પુરુષની એકથી વધુ પત્નીઓ એકબીજા સાથે સમજદારીથી જીવી જાય છે... એકથી વધુ સ્ત્રીઓ એક પુરુષને વહેંચી શકે, ખરું? પરંતુ પુરુષોની વાત આવે છે ત્યાં સમાજ તરત સંકુચિત થઈ જાય છે... મને દ્રૌપદી બહુ ફેસિનેટ કરે છે. એકસાથે પાંચ પુરુષોને ઈમાનદારી અને વફાદારીથી પ્રેમ કરવો સરળ નથી...” “એણે બધાને એકસરખો પ્રેમ કર્યો હશે એવું કઈ રીતે કહી શકે તું?” “એમ”
― Madhyabindu
― Madhyabindu
“અને એટલે જ માણસો દુ:ખી થાય છે. પ્રેમ કોઈ એક વ્યક્તિને શા માટે કરવો? પ્રેમ એટલે તમારા સમગ્ર અસ્તિત્વથી સમર્પિત થઈ જવું. કોઈને સંપૂર્ણપણે સ્વીકારી લેવું... હવે કોઈ એક વ્યક્તિ... એકથી વધારે સંબંધોમાં વધારે સમર્પિત થઈ શકતી હોય તો શું કામ ના થાય?” “આદિત્ય,”
― Madhyabindu
― Madhyabindu
“જ્યારે સ્ત્રી પોતાના કોઈ શોખ મારે કે મન મારીને પોતાના કુટુંબ માટે કોઈ સમર્પણ કરે ત્યારે એને ‘દેવી’ કહીને નવાજવામાં આવે છે, પરંતુ લગભગ દરેક પુરુષ પોતાની જરૂરિયાતોને હંમેશાં પ્રાયોરિટી લિસ્ટમાં સૌથી છેલ્લે મૂકે છે. આ વાતની નોંધ ભાગ્યે જ કોઈએ લીધી છે.”
― Blue Book 1
― Blue Book 1
“कोई भी व्यक्ति, वस्तु या विचार का संपूर्ण स्वीकार ही हमारे अस्तित्व को पूर्ण करता है। हमारा पूर्णत्व दूसरों के पूर्ण स्वीकार पर आधारित है, क्योंकि पूर्णत्व ही पूर्णत्व तक ले जाता है।”
― कृष्णायन
― कृष्णायन
Dhara’s 2025 Year in Books
Take a look at Dhara’s Year in Books, including some fun facts about their reading.
Dhara hasn't connected with their friends on Goodreads, yet.
Polls voted on by Dhara
Lists liked by Dhara



